મુખપૃષ્ઠઈ-સીટીઝનનાગરીક અધિકાર પત્ર

નાગરીક અધિકાર પત્ર

લોકશાહી શાસન પ્રણાલીમાં વ્યકિત સ્વતંત્રતા સિધ્ધાંત ને મુખ્ય આધારસ્તંભ ગણવામાં આવે છે. વ્યકિત વિકાસવિના તંદુરસ્ત લોકશાહીનો વિકાસ થઇ શકતો નથી એ નિર્વવાદ હકીકત છે.

ભારતના બંધારણમાં નાગરિકોને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. આ હકકોને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનું વહીવટી તંત્ર એક માધ્યમ છે તથા બંધારણીય ઇલાજના હકકોનો સમાવેશ કરતા વધુ વહીવટી તંત્ર ધ્વારા નાગરિક અધિકારોનું રક્ષણ કરવાની મુખ્ય જવાબદારી છે. તે હકીકત પ્રતિપાદિત કરવામાં આવે છે.

પરંતુ સાપ્રત સમયમાં વહીવટી તંત્ર બંધારણીય રીતે તેને સોપવામાં આવેલ જવાબદારીઓ સફળતા પુર્વક પરિપુર્ણ કરી શકેલ છે કે કેમ? તેની ચર્ચા તા.ર૪ મે ૧૯૯૭ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના પ્રમુખ સ્થાને બોલાવવામાં આવેલ મુખ્યમંત્રીશ્રીઓની પરિષદમાં કરવામાં આવી. આ પરિષદમાં થયેલ ચર્ચા વિચારણાના પરિપાક રુપે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારો વહીવટમાં પારદર્શિતા લાવે, તેમાં ઉત્તર દાયીત્વ પણું સાચા અર્થમા મળી રહે તથા સામાન્ય પ્રજાને વહીવટી તંત્રની ગતિવિધિઓની માહિતી મળી રહે તે માટે કેટલાક નકકર પગલાઓ લેવાનું ઠરાવવામાં આવ્યું. તેવા કેટલાક પગલાંઓ પૈકીનું એક પગલું નાગરિક અધિકાર પત્ર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ૧પ મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણીના પ્રસંગે પસંદગીના ૧૦ વિભાગો, કચેરીઓમાં નાગરિક અધિકારપત્રની કામગીરી તાત્કાલીક શરુ કરી એક વર્ષના સમય ગાળામાં અમલમાં મુકવાની જાહેરાત કરી હતી.

ઉપરોકત ૧૦ વિભાગો પૈકી પંચાયત વિભાગને પસદ કરવામાં આવેલ છે. અને રાજયની તમામ જિલ્લા પંચાયતોએ પોતપોતાના અધિકારપત્રો જાહેર કરેલા છે. પ્રસતુત નાગરિક અધિકાર પત્ર ધ્વારા જિલ્લા પંચાયત ધ્વારા કઇ કઇ યોજનાઓનો અમલ થાય છે, તેનો સમાવેશ કરવામાં આવેલ છે તેમજ આ યોજનાઓનો લાભ કયા સંજોગોમાં નાગરિકો મેળવી શકે છે. તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે. જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓ ધ્વારા કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનું વિહંગવાલોકન પણ કરવામાં આવ્યુ છે.
 
આગળ જુઓ
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586325