મુખપૃષ્ઠજિલ્લા વિષે જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જમીન વિષયક માહિતી
જિલ્લો મહદઅંશે મધ્ય ગુજરાતનો સપાટ મેદાનનો ભાગ છે. છોટાઉદેપુર, જેતપુરપાવી, કવાંટ, અને નસવાડી તાલુકાઓને સમાવી લેતો જિલ્લાનો પૂર્વ તરફનો ભાગ ટેકરીઓ વાળો હોવાથી ત્યાં જમીન અસમાન છે. જયારે જિલ્લાનો દક્ષિણ તરફનો ભાગ ફળદ્રુપ જમીનનો છે. જયારે બાકીનો ભાગ ફળદ્રુપ કાંપવાળી તેમજ રેતાળ જમીનનો છે.

મહી અને નર્મદા નદીનાં કાંઠે ધટાદાર વૃક્ષો દ્રષ્ટિગોચર થાય છે. જીલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭૫૫૦ હેકટર છે.

નદીઓ અને જળ સંપતિ
જિલ્લાની નદીઓમાં નર્મદા અને મહી નદી મુખ્ય છે. મહી નદી ઉત્તરથી નૈઋત્યમાં વહે છે. અને જિલ્લાની નદી તટ પરના તાલુકાઓની જમીનને કાંપથી ફળદ્રુપ હરિયાળી બનાવે છે. લાંબો પટ ધરાવતી નર્મદા નદી પણ પોતાનાં કાંપથી જમીનને ફળદ્રુપ બનાવે છે. તેનાં કાંઠે આવેલા ધાર્મિક મંદિરો અને મકબરા જેવા પુરાતન સ્મારકથી તેના કિનારા ચિત્રાત્મક બને છે.

નર્મદાને કાંઠે આવેલ ચાંદોદ, નારેશ્વર, કરનાળી, માલસર, મોટીકોરલ વગેરે મહત્વના ધાર્મિક સ્થળો છે. ઉપરાંત જિલ્લામાં થઇને વહેતી અને ખંભાતના અખાતને મળતી અન્ય નદીઓમાં જાંબુવા, સૂર્યા, વિશ્વામિત્રી અને ઢાઢર નદીઓ છે. જિલ્લાની સરહદે સાતપુડા, સહ્યાદ્રી પર્વતમાળાના પર્વતો છે. પૂર્વ સરહદે પંચમહાલ જિલ્લાનો પાવાગઢ પર્વત આવેલો છે.
પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 591108