મુખપૃષ્ઠજિલ્લા વિષે જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

વર્ષો પહેલાં વિશ્વામિત્રી નદીનાં પશ્ચિમ કિનારા પાસે "ધનટેકરી'' વિસ્તારમાં માનવ વસ્તિ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યા છે. અંદાજે પાંચેક હજાર વર્ષો પહેલાંની આ માનવ જાતિ શરૂઆતમાં પત્થરનાં ઓજારો વાપરતી હતી. કાળક્રમે તેમાં પરિવર્તનનો દોર ચાલુ થયો.
આજ વિસ્તારમાં આવેલા અકોટા નગરનો અનતેના૧૦૦ પરાનો ક્રમિક વિકાસ થવા માંડયો અને તેમાંનું એક પરું તે હાલનાં કોઠી વિસ્તારનું અસ્તિત્વ. આ વિસ્તારમાં વડા ઝાડ પાસે વિકસેલા આ પરાને વડપદ્રક'' કહેવાતું. તેના ઉપરથી વડોદરા'' શબ્દ ઉતરી આવ્યાનું એક અનુમાન છે. મરાઠીમાં વડોદે'' ફારસી ભાષામાં ;બડાહેદ'', હિન્દમાં બડૌદા'' અને અંગ્રેજીમ બરોડા'' શબ્દ તૈયાર થયો. વડોદરાનાં સૌથી જૂના આ અવશેષો આશરે ૧૬૦૦ વર્ષથી વધુ જુના તેમ મનાય છે.
વિશ્વામિત્રી નદીના તટે વસેલા અકોટાને પૂરનાં પાણીથી વારંવાર ધણું નુકશાન થતું. અવારનવાર જાન અને માલ હાનિ મોટા પાયે થતી. એટલે સલામતિની ભાવનાથી અકોટાથી લોકોને સ્થળાંતર આ વિસ્તાર તરફ થવા લાગ્યું અને આ રીતે વડોદરાનાં વિકાસની આગેકૂચ જારી રહેતાં ;વડોદરા'' એ જિલ્લાનું મુખ્ય મથક બનવા પામ્યું.
વડોદરા જિલ્લો ગુજરાતનો એક મહત્વનો જિલ્લો છે. ર૧ ઉત્તર અક્ષાંસ અને ર૩ ઉત્તર અક્ષાંસ વચ્ચે તેમજ ૭૩ અને ૭૪ પૂર્વ રેખાંશ વચ્ચે આ જિલ્લો આવેલો છે. જે મહદઅંશે સપાટ મેદાની ભૃપૃષ્ઠ ધરાવતા મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ જિલ્લો, વાયવ્ય સરહદે ખેડા જિલ્લો, દક્ષિણે અને નૈઋત્યમાં ભરૂચ જિલ્લો, પૂર્વમાં મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો અને અગિ્ન સરહદે મહારાષ્ટ્ર રાજયનો ધૂળીયા જિલ્લો આવેલો છે. જિલ્લાની ઉત્તરે અને દક્ષિણે મહીસાગર અને નર્મદા નદીઓ આવેલી છે. આ ઉપરાંત જિલ્લામાં થઇને વહેતી અને ખંભાતનાં અખાતને મળતી નદીઓમાં જાંબુઆ, સુર્યા, વિશ્વામિત્રી અને ઢાઢર નદીઓ છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનાં કાંઠે ચાંદોદ, કરનાલી, નારેશ્વર અને મોટીકોરલ વગેરે મહત્વનાં ધાર્મિક સ્થળો આવેલા છે.
જિલ્લાની ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ કુલ ક્ષેત્રફળ ૭૫૫૦ ચોરસ કીલોમીટર છે. ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ કુલ વસતી ૩૬.૪૦ લાખની છે અને જિલ્લાની પ્રત્યેક ચો.કી.મી. દીઠ વસતી ગીચતા ૪૮૨ વ્યકિતઓની છે. જે રાજયની ચો.કી.મી. દીઠ વસતી ગીચતા ૨૫૮ છે, તેના કરતાં વધુ છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586282