મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જીલ્લા પંચાયત વિશેની સામાન્ય માહિતી
વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા છે. જિલ્લામાં ૧૨ તાલુકાઓ આવેલા છે. આ ૧૨ તાલુકાઓ પૈકી છોટાઉદેપુર, નસવાડી, કવાંટ અને જેતપુરપાવી તાલુકાઓ તથા સંખેડા તાલુકાના ભાટપુર અને વડેલી પોકેટ પછાત વિસ્તાર ગણાય છે.

જિલ્લાનાં ૧પ૬૧ ગામો મહેસુલી ગામો છે ૮ ગામો ઉજજડ છે. અને ૧૨ ગામો ડૂબાણમાં ગયેલ છે.૨૦૦૧ ની વસ્તી ગણત્રી મુજબ આ જિલ્લામાં૧ લાખ અને તેથી વધુ વસ્તીવાળું૧શહેર છે. જયાર લાખથી ઓછી વસ્તી પરંતુ ર૦,૦૦૦ થી વધુ વસ્તીવાળા ચાર શહેરો છે.

આ જિલ્લામાં ડભોઇ, પાદરા, કરજણ અને છોટાઉદેપુર એમ ૪ નગરપાલિકાઓ છે. તેમજ વડોદરા શહેર મહાનગરપાલિકા છે. આ જિલ્લામાં ૧૨ તાલુકા પંચાયતો તેમજ ૮૬૧ ગ્રામ પંચાયતો આવેલી છે.

વડોદરા જીલ્લાનું ભૌગોલિક સ્થાન ૨૧ - ૪૯ થી ૨૨ - ૪૯ ઉત્તર સ્થાન અક્ષાંશ તથા ૭૨ - ૫૧ થી ૭૪ - ૧૭ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાની સરહદે ખેડા, પચમહાલ, નર્મદા તથા ભરૂચ જિલ્લ્લાઓ આવેલ છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586304