મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  ગુજરાત સરકારના સામાન્ય વહીવટ ( આયોજન) ના નિયંત્રણ હેઠળના નિયામકશ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી - ગાંધીનગરના મહેકમ હેઠળ જિલ્લા પંચાયત કેચરી વડોદરાની આંકડાશાખામાં શાખા અધિકારી જિલ્લા આંકડા અધિકારીશ્રી ફરજ બજાવે છે.
  તેઓના નિયંત્રણ હેઠળ આ શાખા ૧ સંશોધન અધિકારીશ્રી, ૪ સંશોધન મદદનીશ, ૧ આંકડા મદદનીશ, ૨ કલાર્ક અને ૨ પટાવાળાનું મહેકમ હોય છે. તાલુકા પંચાયતના આંકડા મદદનીશ પાસેથી સરકારશ્રી તરફથી સોંપવામાં આવે તેવી તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે. મોજણી, સર્વે, ગણતરી, વિકાસની પ્રવૃતિનું મોનીટરીંગ, સરકારશ્રીના વખતો વખત જાહેર કરવામાં આવે તેવા કાર્યક્રમ, મહોત્સવમાં લાઈઝનીંગની કામગીરી કરવામાં આવે છે.
  સરકારશ્રીના વિભાગોની વિવિધ પ્રવૃતિ અને યોજનાની આંકડાકીય માહિતી વિવિધ કચેરી તરફથી મેળવી પ્રસિઘ્ધ કરવામાં આવે છે. જિલ્લાની આંકડાકીય માહિતી મેળવી જિલ્લાના વિકાસના કામે પુરી પાડવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586188