મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી


જિલ્લાની આંકડાકીય રૂપરેખા

પુરા થયેલ નાણાકીય વર્ષની, જિલ્લાની વહીવટી માળખુ, આબોહવા, વસ્તી, ખેતીવાડી, પશુપાલન - મત્સ્યઉઘોગ, શિક્ષણ, સહકારી પ્રવતિ, ઉઘોગ - ધંધા, ખનીજ બેકીંગ, વાહનવ્યવહાર, રોજગાર, માનવશકિત, આરોગ્ય, પોલીસ તપાતંત્ર, સ્થાનિક સંસ્થાઓની આવક - ખર્ચ વગેરેની માહિતી જુદી જુદી કચેરી પાસેથી મેળવી પુસ્તીકાના સ્વરૂપમાં પ્રસિઘ્ધ કરવામાં આવે છે.

જે માહિતી, જિલ્લાના વિકાસ માટેના આયોજન - ઉઘોગ ધંધા, રોજગારી વધારવા નવા ઉઘોગ ધંધા સ્થાપવા ઉપયોગી બને છે. છેલ્લું જિલ્લાની આંકડાકીય રૂપરેખાનું પ્રકાશન ર૦૦૪-૦પ નું બહાર પાડવામાં આવેલ. વર્ષ ૦પ - ૦૬ નું પ્રકાશન પ્રસિઘ્ધ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.

સામાજીક આર્થિક સમીક્ષા

જિલ્લાની સામાજીક આર્થિક વિકાસને લગતી બાબતોને સ્પર્શતી વરસાદ, ખેતી ઉઘોગ ધંધા સરકારશ્રીના યોજનાઓની નાણાકીય બાબતોની માહિતીનો સમાવીશ કરી પ્રસિઘ્ધ કરવામાં આવે છે.

સરકારશ્રી તરફથી મોજણી સર્વે ગણતરી

સર્વે ગણતરી જેમાં વસ્તી ગણતરી નિર્દેશિકા, પશુધન ગણતરી, આર્થિક ગણતરીની કામગીરી જિલ્લાના ગ્રામ્ય / શહેરી વિસ્તારમાં હાથ ધરવામાં આવે છે. છેલ્લે ર૦૦૭ માં પશુધન ગણતરી હાથ ધરવામાં આવેલ હતી અને પૂર્ણ થયેલ છે. વર્ષ ર૦૧૧ માં આર્થિક ગણતરી હાથ ધરી પૂર્ણ કરવામાં આવેલ છે.

વિલેજ પ્રોફાઈલ

જિલ્લાના ગામોમાં પાયાની સુવિધાઓ જેવી કે પ્રાથમીક શાળા ,માઘ્યમીક શાળા, ઉચ્ચતર માઘ્યમીકશાળા, તબીબી આરોગ્ય વિષયક - વાહનવ્યવાહર , સંદેશા વ્યવાહર પોષણ કાર્યક્રમ વિજળી કરણ, પશુપાલન, સિચાઈ સામાજિક આર્થિક સેવાઓ, પીવાના પાણીની સુવિધા, ધરથાળ પ્લોટ, સામાજિક સુમીક્ષા, પર્યાવરણ સુધારણા, ગ્રામ પયાયતમા અમલમા મુકાયેલ જયોતિ ગામ યોજના, ઈ-ગ્રામ યોજના, સમરસ ગામ પંચાયત તીર્થગામ, પંચવટી યોજના, ગોકુળ ગામ, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો ને સરદાર આવાસ, ધરથાળ પ્લોટ, ગ્રામ પંચાયતનુ્ર વહીવટી માળખુ,પચાયતની સમિતીઓ બેઠકો પંચાયતના કરવેરા ,દબાણો પશુપાલનવસ્તી, ખેતી અને પાક હેઠળનો વિસ્તાર, ખેતતલાવડી, ઉધોગ, અને વિવિધ યોજના હેઠળના કામો, ની માહીતી એકત્ર કરવામા આવે છે.

છેલ્લી ગ્રામ સવલત મોજણી ર૦૧૪ મા હાથ ધરી પુર્ણ કરવામા આવેલ હતી. અને તેના કોષ્ટકીરણ અંગે અર્થશાસ્ત્ર અને આકડાશાત્ર ની કચેરીગાંધીનગરને મોકલી આપવામા આવેલ છે.અને વિલેજ પ્રોફાઈલ પોર્ટલ મા ત્રીમાસિક ધોરણે માહિતિ અપડેટ કરવામા આવે છે.આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586272