મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
જિલ્લા પંચાયતની આ શાખાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને વહીવટી અધિકારીઓ તેમના મદદનીશ અધિકારીઓ છે. આ શાખા દ્વારા નીચેની કામગીરી હાથ ધરવામાં આવે છે.
 
  જિલ્લા પંચાયત તાબાના આરોગ્ય કેન્દ્રોનું સંચાલનો છે.
  મેલેરીયા નાબુદી યોજના, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, રસીકરણ, અંધત્વ નિવારણ, પ્નસુતિ સેવાઓના કાર્યનું સંચાલન.હે છે.
  બાળ સુરક્ષા અને સુરક્ષિત માતૃત્વ, પ્રજનન અને શિશુ સ્‍વાસ્‍થય કાર્યક્રમોનું અમલીકરણ.
  ગ્રામ્ય આરોગ્ય
  સને. ૨૦૦૧ની વસતિ ગણતરી મુજબ જિલ્લાની કુલ વસતિ ૩૬.૪૦ લાખની હતી. આ યોજના હેઠળ વડોદરા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ વસતિને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે. વડોદરા જિલ્લાને વસતિના આધારે ૮૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મળવાપાત્ર થાય છે. તે પૈકી ૭૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર થયેલા છે. જે પૈકી ૭૬ પ્રા.આ.કેન્દ્રો કાર્યાન્વિત છે. જિલ્લામાં ૧૬ સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. જે રેફરલ સેવાઓ પુરી પાડે છે. જિલ્લામાં ૪૬૫ પેટા આરોગ્ય કેન્દ્રો આવેલ છે. આમ આ કેન્દ્ર દ્રારા માતૃ બાળ કલ્યાણ સેવાઓ પુરી પાડવામાં આવે છે. જિલ્લામાં ૨ મોબાઇલ ડિસ્પેન્સરી તેમજ કોમ્યુનિટી હેલ્થ યુનીટ - ૪ આવેલા છે જે જિલ્લાના ડુંગરાળ અને ઉંડાણવાળા વિસ્તારમાં આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવે છે.
  માતૃ બાળ કલ્યાણ સેવાઓ
  જિલ્લામા આવેલ ૭૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪૬૫ પેટા કેન્દ્રો દ્રારા માતૃ બાળ કલ્યાણ સેવાઓ આપવામાં આવે છે. સગર્ભા માતાઓને ધનુરવાની રસીના બે ડોઝ અને લુસ્ટર ડોઝથી રક્ષણ આપી માતા અને બાળકને ધનુરવાથી બચાવવામાં આવે છે.
  યુનીવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ
  આ યોજના હેઠળ 1 થી નીચેના બાળકોને બી.સી.જી., ત્રિગુણી, પોલીયો તથા ઓરીના ધટકો સામે રક્ષણ આપવામાં આવે છે.
  શાળા આરોગ્ય
  વડોદરા જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ  પ્રાથમિક શાળાઓ (ખાનગી સહીત) ૨૩૯૦ પ્રાથમિક શાળાના બાળકોને આરોગ્ય તપાસ કરવામાં આવે છે.
 
  આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 15/3/2018

વપરાશકર્તાઓ : 514937