મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

આયુર્વેદનું મુખ્‍ય પ્રયોજન છે સ્‍વાસ્‍થ્‍ય રક્ષણમ, આતુરસ્‍ય વિકાર પ્રશમનય ચ એટલે પ્રથમ સ્‍વસ્‍થવ્‍યકિતના સ્‍વાસ્‍થ્‍યનું રક્ષણ કરવુ અને જો રોગ થાય તો રોગને દુર કરવો. આમ આયુર્વેદ એ માત્ર ચિકિત્‍સાશાસ્‍ત્ર નથી પરંતુ જીવન જીવવાની કલા દર્શાવતું વિજ્ઞાન છે. આયુર્વેદમાં રોગોના ઉપચારની સાથે સદર્વુત અને સ્‍વસ્‍થવૃતના વર્ણન ઘ્‍વારા સ્‍વસ્‍થ જીવનશૈલી પર વધુ ભાર મુકવામાં આવેલ છે.

આયુર્વેદ શાખા જીલ્‍લા પંચાયત વડોદરા જીલ્‍લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરીના નિયંત્રણ હેઠળ આયુર્વેદ દવાખાનાઓ સરકારી આયુ. દવાખાનાઓ તથા જિલ્‍લા પંચાયત સંચાલીત આયુ. દવાખાનાઓ) ઉપરાંત ૧૧ સરકારી હોમીયોપેથીક દવાખાનાઓ એમ કુલ ૩૩ દવાખાનાઓ કાર્યરત છે. આયુર્વેદ શાખા ઘ્‍વારા દરેક દવાખાનામાં ઓ.પી.ડી.સારવાર ઉપરાંત પ્રકૃતિ પરીક્ષણ કેમ્‍પ જીરીયાટ્રીક કેમ્‍પ,નિદાન-ચિકિત્‍સા કેમ્‍પ(દવાખાનામાં નજીકના ગામમાં તથા તાલુકા કક્ષાએ) સુવર્ણ પ્રાશન કેમ્‍પ, આયુર્વેદીક ઉકાળા વિતરણ યોગશિબિર, શાળા આરોગ્‍ય તપાસ, આંગણવાડીની મુલાકાત તથા કુપોષિત બાળકોની સારવાર, વિશિષ્‍ટ રોગો પર પાઈલોટ પ્રોજેકટ, ઓ.પી.ડી. લેવલ પંચકર્મ, વિલેજ કમીટી મીટીંગ,વૃક્ષારોપણ, આરોગ્‍યજાગૃતિ કાર્યક્રમ સહિતનીવિવિધ કામગીરીઓ નિરંતર થતી રહે છે. જીનો લાભ અંતરીયાળ ગામડાઓના લોકો અને છેવાડાના ગામના લોકોને પણ મળતો રહે છે.
ક્રમતાલુકાનું નામસરકારી આયુર્વેદ દવાખાના વર્ગ -ર(રર)સરકારી હોમીયોપેથી દવાખાના વર્ગ - ૩ (૧૧)
જિ.પં. આયુર્વેદ(૧પ)સરકારી આયુર્વેદ(૭)
૧.વડોદરાવાડી-વાડી - તરસાલી
રાવપુરા-રાવપુરા
સયાજીગંજ-સયાજીગંજ
ઈંટોલા-બાજવા
સાંકરદા-
ફરતું દવાખાનું--
ર.ડભોઈમોટા હબીપુરાનડાસીમલીયા
ભીલાપુર--
૩.ડેસર-છાલીયેરવરસડા
૪.કરજણકંડારી-કુરાલી
પ.પાદરામુવાલ-પાદરા
એકલબારા-ચોકારી
તિથોર-કુરાલ
૬.સાવલીમેવલીખાખરીયા-
ગાંગડીયાવાંકાનેર-
૭.શિનોર-મોટા કરાળા-
-મોટા ફોફળીયા-
૮.વાઘોડીયાવસવેલઆમોદરમાધવનગર

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586274