મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદશાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

વડોદરા જિલ્‍લા પંચાયતની આયુર્વેદ શાખા Üારા વડોદરા જિલ્‍લાના નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમીયોપેથીક પÜતિની કચેરી વડોદરા સંચાલીત આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાનાઓની તાંત્રીકી અને વહીવટી કામગીરીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિયંત્રણ કરવામાં આવે છે.

વડોદરા જિલ્‍લામાં ગુજરાત સરકાર તથા જિલ્‍લા પંચાયત સંચાલિત કુલ ૩૭ આયુર્વેદિક દવાખાનાઓ મળી કુલ પ૩ દવાખાનાઓ કાર્યરત છે. જેમાં ઓપીડી સિવાય મુખ્‍યત્‍વે નીચે મુજબની વિશિષ્‍ટ કામગીરીઓ કરવામાં આવી રહી છે.

(૧)નિદાનચિકિત્‍સા કેમ્‍પો :-ગ્રામ્‍ય સ્‍તરે રહેલ દવાખાનાઓ તથા નજીકના આયુષ ર્ડાકટરોની મદદથી આયુ. ચિકિત્‍સા પઘ્‍ધતિના પ્રચાર માટે પ્રાય : દરેક દવાખાને આયુર્વેદ નિદાનચિકિત્‍સા કેમ્‍પો યોજાઈ ગયેલ, જેને સુંદર પ્રતિસાદ મળેલ. આ જ રીતે હોમીયોપેથીક ચિકિત્‍સા કેમ્‍પો પણ યોજાઈ ગયેલ.

(ર) સુવર્ણપ્રાશન કેમ્‍પ :- દર મહિને પુષ્‍પનક્ષત્રમાં દિવસે ૦ થી પ વર્ષના બાળકોને આયુર્વેદની દિવ્‍ય ઔષધિઓથી યુકત મિશ્રણના ટીપાં તમામ દવાખાનાઓ Üારા નિયમિત પીવડાવવામાં આવે છે. જેનાથી બાળકોની મેઘાશકિતનો વિકાસ તથા તંદુરસ્‍તી જળવાઈ રહે છે.

(૩) યોગ શિબિરોઃ-ગ્રામ્‍ય સ્‍તરે દવાખાનાઓની નજીકની પ્રાથમિક તથા માઘ્‍યમિક શાળામાં સમયાંતરે યોગશિબિરો યોજવામાં આવે છે. જેમાં સૂર્યનમસ્‍કાર, પ્રાણાયામ, આસન, ઘ્‍યાનઆદિનું પ્રત્‍યક્ષ તજજ્ઞની મદદ વડે માર્ગદર્શન આપવામાં આવે છે.

(૪) રસાયન ચિકિત્‍સાઃ- યુવાવસ્‍થાને ટકાવવા તથા શરીરને નિરોગી રાખવા ગામના વૃÜોને આચાર રસાયનની માહિતી આપી જરૂર જણાય ત્‍યાં ઉતમ ઔષધ Üારા ચિકિત્‍સા આપવામાં આવે છે.

(પ) પ્રાથમિક પંચકર્મ :- ઓપીડી લેવલ નસ્‍ય, અભ્‍યંગ, સ્‍વેદન જેવા વિવિધ સામાન્‍ય-પ્રાથમિક પંચકર્મો Üારા સામાન્‍યથી લઈને જીર્ણ રોગોમાં દર્દીને રાહત થાય છે.

(૬) રાષ્‍ટ્રીય કાર્યક્રમ :- નજીકના PHC-CHC સાથે સંયુકત રીતે રસીકરણ, શાળા આરોગ્‍ય તપાસણી, કુટુંબ કલ્‍યાણ, મેલેરીયા-ક્ષય-રકતપિત નાબૂદી અભિયાન કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવેલ છે.

(૭) આરોગ્‍યજાગૃતિ કાર્યક્રમ :- આયુર્વેદ પઘ્‍ધતિ મુજબની દિનચર્યા-ઋતુચર્યા Üારા સ્‍વસ્‍થવૃત અંતર્ગત વિવિધ આર્ટ Üારા પ્રત્‍યક્ષ માર્ગદર્શન.

(૮) વ્‍યસન મુકિત કેમ્‍પ :- સમયાંતરે ગામના આગેવાનોની મદદથી પત્રિકા, વકતવ્‍યવિગેરે Üારા વ્‍યસમુકિતઅભિયાન ઝુંબેશ કરવામાં આવેલ છે.

(૯) વૃક્ષારોપણ :- પર્યાવરણની સમતુલા જાળવવા તથા હાલમાં લુપ્‍ત થઈ રહેલી વનસ્‍પતિઓ જેવી કે અર્જુન, અશોક, જાંબુ વગેરેનું વૃક્ષારોપણ.

(૧૦) બેટી બચાવો :- સ્‍ત્રીભૃણ હત્‍યા નિવારણ કાર્યક્રમ અંતર્ગત સમયાંતરે વિવિધરચનાત્‍મક કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

(૧૧) વનસ્‍પતિ પ્રદર્શન :-ગ્રામ્‍યવિસ્‍તારના લોકોને ઔષધીય વનસ્‍પતિની જાણકારી માટે પ્રદર્શનોનું આયોજન કરી અને તેની ખેતીના લાભોની જાણકારી આપવામાં આવે છે.

(૧ર) સ્‍વસ્‍થવૃત :- વડોદરા જિલ્‍લાના આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાનાઓમાં ગ્રામ્‍યવિસ્‍તારના લોકોને સ્‍વાસ્‍થ્‍યના રક્ષણ માટે સ્‍વસ્‍થવૃતના નિયમોની જાણકારી આપવામાં આવે છે અને રોગીના રોગોનું નિદાન કરી વિનામૂલ્‍યે આયુર્વેદ પÜતિથી સારવાર અને હોમીયોપેથીક દવાખાનામાં હોમીયોપેથીક સારવાર આપવામાં આવે છે. અને રાષ્‍ટ્રીય આરોગ્‍ય કાર્યક્રમોની જાણકારી આપવામાં આવે છે.

(૧૩) ઉકાળા વિતરણ :- સ્‍વાઈન ફલુ જેવા સંક્રમક રોગો સામે પ્રતિકાર મેળવવા વિશિષ્‍ટ આયુર્વેદ ઔષધીયો Üારા ઉકાળો તૈયાર કરી તેનું જરૂર મુજબ વિતરણ કરવામાં આવે છે.

(૧૪) વિશેષ કામગીરી :- અતિવૃષ્‍ટિ, ધરતી કંપ, સંક્રામક વ્‍યાધિઓના ઉપÙવો જેવી આપતકાલીન સમયમાં મે.ઓ.શ્રીઓની ટીમ Üારા સરકારશ્રીની સુચના મુજબ કામગીરી કરાવવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586314