મુખપૃષ્ઠશાખાઓબાંધકામ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જીલ્લા પંચાયત વડોદરા દ્વારા ગુજરાત સરકારશ્રી ના માર્ગ અને મકાન વિભાગ હેઠળની બજેટેડ કામો,ખાસ મરામત યોજના ,ખાસ અંગભૂત યોજના ,મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના ,કિસાનપથ, સુવીધાપથ યોજના હેઠળ મંજુર થયેલ કામો હાથ ધરવામાં આવે છે તદ ઉપરાંત કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી ગ્રામ સડકયોજના ,સી.આર.એફ,યોજના ઉપરાંત નાબાર્ડ યોજના તથા નાણાપંચ યોજના અન્વયે મંજુર થયેલ કામો હાથ ધરવામાં આવે છે.
તદ ઉપરાંત ડીપોઝીટ સદર હેઠળ વિકાસ કમિશ્નર શ્રી , જીલ્લા આયોજન મંડળ,ખાણ ખનીજ વિભાગ ,નર્મદા જળ સંપતિ વિભાગ હેઠળ થી મળટી ગ્રાન્ટ ના કામોના આયોજન હાથ ધરવામાં આવે છે.ઉપરોક્ત યોજના ઓ હેઠળ રસ્તાઓનું મજબૂતીકરણ,વાઈડનીંગ તથા મરામત ની કામગીરી હાથ ધરવામાં આવે છે અને જરૂર જણાય તો સાંકડા નાળા પહોળા કરવા,બોક્ષ કલ્વર્ત અથવા ડુબાઉ કોઝ-વે સ્થાને હાઈ લેવલ પુલની કામગીરી હાથ ધરવામાં આવે છે.
સદર કામો માટે જોબ નંબર મળે થી સ્થળ સ્થિતિ મુજબ મંજુર થયેલ રકમ અનુસાર તાંત્રિક મંજુરી મળેથી તેના ડી.ટી.પી તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી જે તે કક્ષા એ થી ટેન્ડર ને મંજુરી મળેથી વર્ક ઓર્ડર આપી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરી,લોકો ઉપયોગી થાય તેવું આયોજન કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586245