મુખપૃષ્ઠશાખાઓખેતી વાડીપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  વડોદરા જિલ્લો ખેતીક્ષેત્રે અગ્રેસર છે. જિલ્લામાં ખરીફ ઋતુમાં મુખ્યત્વે ડાંગર, મકાઇ, તુવેર, કપાસ, મગફળી, વિ. જેવા પાક લેવામાં આવે છે. રવિ ઋતુમાં ધઉં, ચણા, જુવાર, મકાઇ, શેરડી, શાકભાજી, જેવા પાકો લેવામાં આવે છે. ઉનાળુ ઋતુમાં ખાસ કરીન મગફળી, બાજરી જેવા પાક લેવામાં આવે છે.જિલ્લામાં વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતોને ખેતી વિષયક અઘતન તાંત્રિક માગદશન આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વષથી વરસાદનું પ્રમાણ વધતાં તેમજ જળ સંચયના કામો થવાથી સિંચાઈ સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે.
  કષિ મહોત્સવ, ખેડૂત શિબિરો ઢ્રારા ખેડૂતોને ખેતી અને આનુસાંગિક વિષયની તાંત્રિક તેમજ યોજનાકીય માહીતી પુરી પાડવામાં આવે છે. સોઈલ હેલ્થકાડ અને કષિમહોત્સવ દરમ્યાન આપવામાં આવતી માહીતીને લીધે જિલ્લામાં જેત્રોફા, ટીસ્યુકલ્ચર કેળ જેવા નવા પાકો આ વિસ્તારમાં લેવાતા થયા છે. ખેતીવાડી ખાતા હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે તેલીબીયાં વિકાસ યોજના,કઠોળ વિકાસ યોજના,સધન કપાસ યોજના,ધાન્યપાક યોજના , અનુસુચિત જાતિની સિંચાઈ યોજના,નાના-સિમાંત ખેડૂતોની સિંચાઈ યોજના ઢ્રારા જિલ્લાના ખેડૂતો બિયારણ,રાસાયણિકખાતર,સન્દિ્રય ખાતર વમી કમ્પોસ્ટ,સુધારેલ ખેત ઓજાર, સ્પ્રે પંપ, ટેક્ટર, થ્રેસર, જિપ્સમ, સંકલિત જિવાત નિયંત્રણના સાધનો વગેરેમાં સહાય આપવામાં આવે છે.
  ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજનામાં ખેડૂત ખાતેદારનું અકસ્માતે મત્યુ થાય તો તેના વારસદારને એક લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. કુદરતી આફતો જવી કે અતિવષ્ટિમાં ખેડૂતોને કષિ પેકેજ ઢ્રારા સહાય આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનામાં સહાય આપીને તેમજ વિસ્તરણતંત્ર ઢ્રારા ખેતીનું આધુનિક જ્ઞાન અને માગદશન આપી ખેતીના ઉત્પાદન અન ગુણવતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.જેથી કરીને દેશનું કષિ ઉત્પાદન વધે અને ખેડૂતોની આથિક પરિસ્થિતિ સુદ્રઢ બને .
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586175