મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી


જિલ્લામાં કુલ ૪૨ પ્રા.આ.કેન્દ્રો અને ૧૦ સા.આ.કેન્દ્રો છે. મેલેરીયા કામગીરીમાં તાવના કેસોની શોધખોળ કરી સ્થળ પર તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. આ કામગીરી માટે ૪૬૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલ છે. તેમજ જિલ્લામાં કોઈ પણ ગામોમાં તાવનાં કેસોમાં વધારો જણાય તો તાત્કાલિક ટીમ સર્વેલન્સ કામગીરી કરવામાં આવે છે. મેલેરીયાના દર્દીઓને નિયત ડોઝ પ્રમાણે સંપુર્ણ સારવાર મલ્ટી પરપઝ હેલ્થ વર્કર/આશા મારફતે આપવામાં આવે છે.
મેલેરીયા કલીનીક
જિલ્લામાં પ્રા.આ.કેન્દ્ર તેમજ સા.આ.કેન્દ્ર મળીને ૫૨ જેટલા મેલેરીયા ક્લીનીક શરૂ છે અને લીધેલ તાવના લોહીના નમુના સ્થળ પર તપાસી પોઝીટીવ કેસ હોય તો ત્વરીત મેડીકલ સારવાર આપવામાં આવે છે.
એફ.ટી.ડી.
જિલ્લામાં દરેક ગામમાં આશા મારફતે તાવના કેસોના લોહીના નમુના લેવામા આવે છે.ગામમાં સ્થાનિક કુલ ૧૧૯૬ આશા કાર્યકરો મારફતે તાવ સારવાર કેન્દ્ર શરૂ કરેલ છે. તેઓની પાસે મેલેરીયા તાવની સારવાર આપવા માટે ક્લોરોક્લીન દવા આપેલ છે. તેમજ તાવની તપાસ કરવા માટે સાધન સામગ્રી આપવામા આવે છે.
જંતુનાશક દવા છંટકાવ કામગીરી
જિલ્લામાં કુલ મેલેરીયા ગ્રસ્ત ગામોમાં આલ્ફાસાયપરમેથ્રીન નામની જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭ માં જિલ્લામાં ૨૦ ગામોને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લીધેલ છે . આ દવા છંટકાવ કામગીરીમાં ૧૦૦ ટકા કવરેજ પ્રાપ્ત કરવા માટે સરપંચશ્રી, તલાટી વગેરેને માનનીય પ્રમુખશ્રી મારફતે જરૂરી પરિપત્રો પાઠવવામાં આવેલ છે અને લોકોનો સહકાર કેળવીને ૮૯ ટકા કવરેજ પ્રાપ્ત થયેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586280