મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકાર (મહેકમ) છે
જમીન મહેસુલને લગતા કરોના માંગણા નકકી કરાવવા અને વસુલાત કરાવવી.

ખેતીની જમીનને જમીન મહેસુલ કયદાની કલમ -૬૫,૬૬,૬૭,હેઠળ બિનખેતીના જુદાજુદા પ્રકારના હેતુઓ માટે સરકાર શ્રી ના નિયમોને સુસંગત રહી પરવાનગી આપવામાં આવે છે.

ગામતળ ની જમીનનો રહેણાંક/ગોડાઉન/દુધ ઘરના હેતુ માટે વ્યકિતગત/સહકારી મંડળીઓને સરકાર શ્રી ધ્વારા નક્કી થયેલ નિયમોની મર્યાદામા જમીન ફાળવવામાં આવે છે.

કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો, જેવા કે અતિર્વષ્ટિ દરમ્યાન લોકોને રોજી રોટી માટે અછત-રાહત ના કામો શરૂ કરાવી રોજી રોટી પૂરી પાડવી તેમજ અતિર્વષ્ટિ, વાવાઝોડા કે કુદરતી આફતો દરમ્યાન લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવું, કેશડોલ્સ ચુકવણું, ઘરવખરી સહાય તથા ઝૂંપડા, કાચા, પાકા મકાનો ની થયેલ નુકશાન અંગે નિયમ મુજબ સહાય આપવી. કુદરતી આફત, પુર, આગ, અકસ્માત સમયે સહાય આપવાની કામગીરી.

જાહેર મિલ્કત/જમીન સરકાર હસ્તક/ગ્રામ પંચાયતની જમીનમાં થયેલ અનઅધિર્કૂત દબાણો અંગેનું નિયંત્રણ રાખવું/દુર કરાવવા અંગે નિયમ મુજબની કાર્યવાહી કરવી. દબાણ અંગેની ફરિયાદોનો નિકાલ કરાવવો.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586208