મુખપૃષ્ઠશાખાઓસહકારશાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

વડોદરા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓની પેટા નિયમ સૂધારાની કામગીરી તથા ગ્રામ્ય વિસ્તારની નવી સેવા, ઓઘોગિક, ગ્રાહક ભંડાર તથા સામાન્ય મંડળીઓની નોંધણીની કામગીરી જિલ્લા પંચાયતની સહકાર શાખા દ્વારાકરવામાં આવે છે.નવી સેવા સહકારી મંડળીની નોંધણી માટે ઓછા માં ઓછા ૧૦૧ સભાસદો તથા ગ્રાહક ભંડાર તથા સામાન્ય મંડળીઓની નોંધણી માટે ઓછા માં ઓછા પ૧ સભાસદો હોવા જરૂરી છે.
જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્યકક્ષાની સહકારી મંડળીઓની નોંધણી જીલ્લા પંચાયતની સહકાર શાખા ધ્વારા થાય છે. પેટા નિયમો સુધારા વધારાની કામગીરી તથા મંડળીઓને પુનઃ જીવતિ કરવાની કામગીરી આ શાખા ધ્વારા કરવામાં આવે છે.
સભાસદની વૃધ્ધિ
ગ્રામ્ય વિસ્તારની મંડળીઓમાઁ ખેડુતો તથા જરૂરીયાત વાળા ઇસમોને સહકારી પ્રવૃતિમાં રસ ધરાવી વધુને વધુ ખેતી ઉત્પાદન અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પુરી પાડવા સભાસદોની વૃધ્ધિમાં કરવામાં આવે છે.
સભાસદોની લોન બાકીના દાવાઓ અંગેની કામગીરી
ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક ખેતી વિષયક શરાફી મંડળીઓ તરફથી સભાસદોને કરવામાં આવતા કૃષિ ધિરાણમાં મુદત વીતી બાકીદારો સામે મંડળીઓ ધ્વારા કરવામાં આવતા સહકારી કાયદાની કલમ-૧૦૬ દાવાઓ અંગેની તાલુકા કક્ષાએ સભ્યોને રૂબરૂ બોલાવીને શકયતા તપાસી દાવાઓ મંજુર કરવા અંગે જરૂરી પ્રમાણપત્ર આપવાની કામગીરી કરવામાં આવે છે.
સરદાર સરોવર નર્મદા યોજનામાં વિસ્થાપિતોને સહકારી પ્રવૃત્તિઓમાં જોડાવવા માટેની કામગીરી
વડોદરા જીલ્લામાં જુદા-જુદા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા યોજનાના અસરગ્રસ્તો જેઓ ગુજરાતના જીલ્લાના તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવીને વસાવેલા છે. આ વસાહતોની વિ.અ. સહકાર નિયમિત મુલાકાત લે છે અને તેમને સભાસદો બનાવવા સમજ આપે છે.
નર્મદા યોજનાની નહેરનું પાણી વાપરનારાઓની મંડળીઓની રચના
ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા નદીના પાણી નર્મદા યોજના ધ્વારા ગામડે-ગામડે નહેરો મારફતે સિંચાઇ માટે પુરા પાડવા માટે કુલ - ૨૬ નર્મદા તથા પીયત સિઁચાઇ સહકારી મંડળીઓની વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાઁ નોંધણી કરવામાં આવેલ છે. નોંધણી થયેલ નર્મદા સિંચાઇ સહકારી મંડળીઓના કમાન્ડ વિસ્તારના ૧૦૦ ટકા લાભાર્થી ખેડુતો મંડળીમાં સભાસદ બને તે માટે જે તે ગામની સહકારી મંડળીની વિસ્તરણ અધિકારી સહકાર મુલાકાત લઇ યોજનાની સમજ આપે છે.
સહકારી મંદળીઓની નોંધની કલમ-૦૯
સહકારી મંદળીઓના નોંધણી પત્રકો રાખવા બાબત કલમ-૧૦
કેટલાક પ્રશ્નોનો નિર્ણય કરવાનો રજીસ્ટાર નો અધિકાર કલમ-૧૧
પેટા કાયદા સુધારા.કલમ-૧૩
નામમાં ફેરફાર કલમ-૧૫
મંડળીઓનું એકત્રીકરણ-તબદીલી-વિભાજન-રૂપાંતર. કલમ-૧૭
મંડળીની નોંધણી રદા કરવા બાબત.કલમ-૧૮
મંડળીઓની પુનર્ઘટના. કલમ-૧૯
સહકતરી મંડળીઓને ભાગીદારીની પરવાનગી.કલમ-૨૧
૧૦સહકારી મંડળીમાં સભ્યોને દાખલ નહિ કરવાની અપીલો.કલમ-૨૪
૧૧દફ્તર સુપ્રત કરાવવા બાબતકલમ-૭૫
૧૨સાધારણ સભા લંબાવવાની મંજુરી.કલમ-૭૭
૧૩ખાસ સામાન્ય સભા બોલાવવા બાબત.કલમ-૭૮
૧૪સમેટી કેવામાં આવેલ મંડળીની વધારાની માલ મિલક્તોની નિકાલ. કલમ-૧૧૫

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586257