મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણ શાખા સહાયની માહીતી

સહાયની માહીતી

આરોગ્‍ય અને ગૃહ નિર્માણની યોજના

ડો.આંબેડકર આવાસ યોજના સહાય
અનુ.સુચિત જાતિના ઈસમો કે જેઓ ગામે રહેવા લાયક મકાન / ઘર ન હોય પોતાનુ જરજરીત મકાન ધરાવતા હોય તેમજ પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેવા ઈસમોને વ્યક્તિગત ધોરણે મકાન સહાય બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦/- સહાય આપવામાં આવે છે.

કુંવરબાઇનું મામેરૂ યોજના સહાય
અનુસૂચિત જાતિના જે કુટુંબોની વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની હોય તેવા કુટુંબની પુખ્‍ત વયની બે કન્‍યાને લગ્‍ન પ્રસંગે કુવરબાઇનું મામેરૂ યોજનામાં સહાય મળવા પાત્ર છે. સહાય રૂ!.૧૦૦૦૦/- કન્‍યાને ચેક/ડ્રાફથી ચુકવવામાં આવે છે.(આ સહાય મેળવવા માટે લગ્ન તારીખથી બે વર્ષની અંદર અરજી રજુ કરવાની રહેશે.)

બી.સી.કે..૬ર સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના
અનુસૂચિત જાતિના જે કુટુંબની વાર્ષિક આવક રૂ!.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોય તેવા કુટુંબના સભ્યના મુત્યુપ્રસંગે અત્યેષ્ઠી મરણોતરક્રિયા માટે અર્થાત હસ્તકાઠીનાં ખર્ચને પહોંચી વળવા માટે રૂ!.પ૦૦૦ /- નાણાકીય સહાય આપવામાં આવે છે.(આ સહાય મેળવવા માટે મરણની તારીખથી છ માસની અંદર અરજી રજુ કરવાની રહેશે.)

બી.સી.કે. પ૮ સમાજ શિક્ષણ શિબીર

અનુસુચિત જાતિના લોકોને સામાજિક ન્‍યાય અધિકાર મળી રહે તે અંગે માર્ગદર્શન આપવા માટે શિક્ષણ શિબીર ની યોજના માટે સહાય


છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586251