મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લાના કાર્યપાલક ઇજનેર આ શાખાના વડા અધિકારી છે. જિલ્લા પંચાયતની આ શાખા નીચેના પ્નજા કલ્યાણના કાર્યો સાથે સંકળાયેલી છે.

આ વિભાગ તરફથી નાની સિંચાઇ યોજનાનાં બાંધકામ અને સિંચાઇ વ્યવસ્થા તેમજ સર્વે પ્લાન નકશા અંદાજપત્ર બનાવવાની મુખ્યત્વે કામગીરી હાથ ધરવામાં આવે છે.

  નાના સિંચાઈ તળાવો તથા કેનાલો બાંધવી, તેની સુધારણા કરવી તથા સિંચાઈ માટે પાણીની વિતરણ વ્યવસ્થા કરવી.
  અનુશ્રવણ તળાવો તથા ચેકડેમ બાંધવા, તેની જાળવણી કરવી તથા પાણીની સપાટીમાં વધારો કરી સિંચાઈનો પરોક્ષ રીતે લાભ આપવો.
  ગામતળના મકાનોનું ધોવાણ અને નુકસાન થતું અટકાવવા, પુર સંરક્ષણ યોજનાની કામગીરી કરવી.
 

આયોજનના સિંચાઈને લગતા કામોની કામગીરી સંભાળવી.

 

નાની સિંચાઇ યોજનાના કામો જેવાકે સિંચાઇ તળાવો, અનુશ્રવણ તળાવો, પુર સંરક્ષણ દિવાલ, ચેકડેમ, ઉદવહન સિંચાઇ યોજના, વરસાદી પાણી નિકાલ યોજના વગેરેના કાર્યો કરવામાં આવે છે.

 

હાલમાં જિલ્લામાં મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓ નીચે પ્રમાણેની છે.

 

સુખી, રામી અને હેરણ જે જિલ્લાના ટ્રાયબલ વિસ્તાર છોટાઉદેપુર, જેતપુર-પાવી, સંખેડા અને નસવાડી તાલુકામાં આવેલી છે.જયારે ઝોઝવા અને વઢવાણાની યોજનાઓ ડભોઇ તાલુકામાં આવેલી છે. મધ્યમ કક્ષાની દેવ યોજના માંથી વાધોડીયા તાલુકામાં પીયત થાય છે.

 
 

છેલ્લા સુધારાની તારીખ : 18/12/2018

વપરાશકર્તાઓ : 562866