મુખપૃષ્ઠ | શાખાઓ | આરોગ્ય શાખા | શાળા આરોગ્ય

શાળા આરોગ્ય

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના ત્રણ લાખ થી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી અને સારવાર કરવામાં આવે છે જીલ્લાની ભાવી પેઢીના આરોગ્યનું જતન કરતો આ સમયબધ્ધ કાર્યકમ છે
આ કાર્યક્રમ દરમિયાન આપના વિસ્તારના :
૦ થી ૬ વર્ષના આંગણવાડી ના બાળકો
ધો.૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ
નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો
ખાનગી અને સરકારી તમામ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ
ખાનગી અને સરકારી ચિલ્ડ્રન હોમના બાળકો /અનાથઆશ્રમના બાળકો
પરંપરાગત ધાર્મિક શિક્ષણ , મદ્રેશા અને સંસ્થાના બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવાની રહેશે.
વડોદરા જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ વર્ષ ૨૦૧૭-૧૮ અંતર્ગત ૩,૧૩,૮૫૬ બાળકોની ચકાસણી કરવામાં આવેલ છે જેમાંથી તબીબી અધિકારીએ ૨૦,૮૬૪ બાળકોની તપાસણી કરેલ છે તેમાંથી ૧૮૬૫૫ બાળકોને સ્થળ પર જ સારવાર આપેલ છે અને ૨૨૦૯ બાળકોને સંદર્ભ સેવાઓ માટે મોકલેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586242